આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ "રચના" ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી.. દરેક સેલીબ્રિટીઝ પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..
અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?
દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. "પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો મારું મહત્વ નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. " એટલે પ્રભુએ તેને જણાવ્યું.. " તું ભલે ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે."
અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે.. પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.
તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.
આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .
આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.
ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..
આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. " તમે પોઢોને રણછોડરાય.." તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)... ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..
ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં "પુષ્પવિતાન " મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ .."મોટા મંદિરમાં" બિરાજ્યા હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા ... ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..
બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે ... અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..