about

Showing posts with label પ્રભુ સાથે નો સંવાદ. Show all posts
Showing posts with label પ્રભુ સાથે નો સંવાદ. Show all posts

Monday, April 26, 2010

પ્રભુના અદભૂત દર્શન નો લાભ.. .. અધિક માસ માં...

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ "રચના" ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી..  દરેક સેલીબ્રિટીઝ  પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર  પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે  જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..

અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?

દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો  પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ  ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. "પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો  મારું મહત્વ  નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. " એટલે પ્રભુએ તેને જણાવ્યું.. " તું ભલે  ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે."
અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે..  પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.
તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.
આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .
આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.

ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..

આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. " તમે પોઢોને રણછોડરાય.." તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)... ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..
ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં "પુષ્પવિતાન " મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ .."મોટા મંદિરમાં" બિરાજ્યા  હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા ... ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી  .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..
બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે ... અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..

Monday, April 5, 2010

વેદો ની દ્રષ્ટીએ...

દિવ્ય ભાસ્કર પેપર માં ૫ મી એપ્રિલ ૨૦૧૦ ની પુરતી ધર્મ દર્શન માં સુંદર લેખ છે. જેમાં વેદ અને જીવન કોલમમાં જ્ઞાનેશ્વરાચાર્ય ( દર્શનાચાર્ય) નામના લેખક ખુબ રસપ્રદ રીતે વેદમાં લખાયેલી વાતોનો ઉલ્લેખ કરે છે.  દિવ્ય ભાસ્કરની આવી સુંદર પુરતી અને આટલા સુંદર લેખ સમાજને સ્વસ્થ અને ધાર્મિક બનાવવામાં એક રીતે સુંદર પ્લેટફોર્મ પૂરું પડે છે.
આ લેખની થોડી ચર્ચા કરવા માંગું છું. આશા રાખું છુ કે સમાજોપયોગી આવી પૂર્તિમાં આવતા લેખની ચર્ચામાં દિવ્યભાસ્કરને તંત્રી કે તે કોલમના લેખકશ્રીને કોઈ વાંધો નહિ હોય.

" अकर्मा  दस्युरभी नो अमंतुरन्यव्रतो अमानुष: त्वं तस्याडमित्रहन वधर्दासस्य   दम्भय ll"
અકરમા- એટલે કે  પુરુષાર્થ વિનાનો પુરુષ અસુર(દસ્યુ)  છે. અને તે નુકસાન કરે છે . દુષ્ટ બુદ્ધિ વાળા મનુષ્યો દસ્યુ છે . આવા લોકો ન કેવળ ફક્ત જીવનને દુ:ખી  બનાવે છે પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિષયના મનુષ્યોને પણ દુ:ખી કરે છે.
આમાં આવા "દસ્ય"  પુરુષોની અલગ અલગ કક્ષા પાડવામાં આવી છે. જેમ કે ..
પ્રથમ કક્ષા " અકરમા" .. એટલે કે તેઓ પુરુષાર્થ કાર્ય વિના વાકચતુરાઈ , બુદ્ધિ ચાતુર્ય થી , છળકપટ , પ્રલોભન વગેરે અનૈતિક સાધનોથી ભોગસામગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.
દ્વિતિય કક્ષા "અમંતુઃ " એટલે કે જે લોકો પોતાના વર્તન કે વ્યવહારથી સમાજ , રાષ્ટ્ર કે દુનિયા પર શું અસર પડશે તેનો લામ્બો વિચાર કર્યા વિના સ્વચ્છંદી વ્યવહાર અને વર્તન કરે છે. .
ત્રીજા પ્રકારના દસ્યુ... એટલે "અન્યવ્રતઃ"..જેઓ નાસ્તિક હોય છે. અને ઈશ્વરને માનતા નથી, કર્મફળને , પાપ કે પુણ્યને કશાને માનતા નથી. માત્ર ધન પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયભોગોને ભોગવવાની ઈચ્છા રાખે છે અને તેઓ દારૂ , માંસ , વ્યભિચાર , હિંસા અને ખરાબીઓથી પરેજ કરતા નથી. ઉપરાંત અહિંસા, સંયમ, ત્યાગ , તપસ્યા, ઈશ્વર , સાક્ષાત્કાર , મોક્ષ વગેરે માન્યતાઓને માનતા નથી .તેઓ ફક્ત આકસ્મિક જીવનને જ જુએ છે. અને તેને કોઈ પ્રભુ જેવી શક્તિ ગોઠવે છે તેમ માનતા જ નથી.
ચોથી કક્ષા છે. .. "અમાનુષ ".. જેઓ અંત્યંત ક્રૂર હોય છે. ધન , ભોગ અને સુખ સગવડ માટે કોઈ વ્યક્તિની હત્યા કરી નાખે છે. ઈજ્જત લુટે છે. આ દસ્યુ એટલે કે રાક્ષસો તામસી પ્રકૃતિ વાળા હોય છે. તેમના કર્યો પશુઓથી પણ હિંસક હોય છે.
આટલી કક્ષાઓના વર્ણન બાદ. પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે...
હે પરમેશ્વર.. આપતો આવા દસ્યુઓનો  વિનાશ કરી દંડ આપો છો.. પણ અમને એવી શક્તિ ,સાહસ , અને બળ આપો આવા દસ્યુઓનું દમન કરી શકીએ. તેમને  રોકવા માટે અમે સુસંગઠિત થઈએ . કારણકે આ સમાજમાં સજ્જનોની સંખ્યા વધુ છે પણ તેઓં સંગઠિત નથી. "દુર્જનો સફળ થાય છે કારણકે સજ્જનો સક્રિય થતા નથી. અને આ સમાજને , રાષ્ટ્રને અને દુનિયા ને દુર્જનોની સક્રિયતા કરતાં , સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભારે પડે છે." અને ખરેખર આ લેખમાં અને જે વાક્ય લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે " આવા દસ્યુઓના વિનાશને માટે કોઈ આયોજન અને તેના માટે તન, મન અને ધનનો ત્યાગ કરવામાં ન આવે ( મતલબ તેમનો ઉપયોગ કરવામાં ન આવે) તો આવા થોડા જ દસ્યુઓ , અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુઃખ પહોચાડતા રહે છે , એટલા માટે કૃપા કરીને અમોને સંગઠિત થવામાં , એક સમાન વિચાર, સીધ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી આ દસ્યુઓના વિનાશ માટે સર્વસ્વાની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો. એવી અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે.."

ઉપર મુજબનો જે લેખ ખરેખર સમાજને લાભકર્તા છે અને સમાજને માટે આંખ ઉઘાડનાર છે. હું સ્વીકારું છુ કે આ પોસ્ટ એ "દિવ્ય ભાસ્કર " અખબારની તા-૦૫-૦૪-૨૦૦૧૦, સોમવારની ધર્મદર્શન પૂર્તિની કોલમ "વેદ અને જીવન " પરથી લેવામાં આવી  છે. તેના કારણે મારો બ્લોગ તો સમૃદ્ધ તો થયો જ છે પણ તે ખરેખર સમાજોપયોગી હોવાથી મેં તેને પોસ્ટ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે. જેના લેખક ગ્યાનેશ્વરાર્યજી (દર્શાનાચાર્ય)  છે. વેદની કોઈ વાત મારા શબ્દોમાં રૂપાન્તરિત કરતા કોઈ ભૂલ નાં થઇ જાય તે કારણથી ઘણો ખરો લેખ તેના તે જ સ્વરૂપે રાખ્યો છે. દિવ્યભાસ્કરના તંત્રી કે આ લેખના લેખકને વાંધો હશે તો હું આ પોસ્ટ તરત જ ડીલીટ કરી દઈશ.
આપ મારો paryank2009@yahoo.com ઉપર મારો સંપર્ક કરી શકો છો..

Sunday, April 4, 2010

"પ્રભુ સમક્ષ કરેલ દીવો"

જોગાનું જોગ આજ રોજ મને મારા મિત્ર મળી ગયા જેમની વાતે મને આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી. અને જેમાં વિજ્ઞાનના ત્રાજવે તોળેલી ધાર્મિક વાત (અથવા માન્યતા ) છે.

વાત એવી હતી કે

એ ભાઈને થોડો છાંટોપાણી કરવાની આદત ખરી. દરરોજ સવારે તેઓ પૂજાપાઠ કરે. ભગવાનને દીવો પણ કરે. એક વખત બન્યું એવું કે તેમને રાત્રે "ડ્રીન્કસ પાર્ટી" નું આમંત્રણ મળ્યું. અને આદતસે મજબૂર તેઓ ત્યાં ગયા. થોડું વધારે ડ્રીન્કસ લઇ લેવાતા . ઘરે આવીને સૂઈ ગયા. સવારે પોતાના રાતના કૃત્યને અફસોસ જતાવતા જતાવતા તેઓ પ્રભુનો દીવો કરવા લાગ્યા. અને અચાનક.. શું થયું??
તેમના હાથમાંથી તે સળગતો દીવો છટક્યો અને તેમના હાથ પર પડ્યો, થોડા દાઝ્યા પણ ખરા. તે બુઝાયેલા દીવાને લઈને ફરીથી પ્રગટાવી પ્રભૂ સમક્ષ ધર્યો.
તેમના મગજમાં વિચાર પ્રગટી ગયો.. જે ધાર્મિક રીતે મૂલવવામાં આવે તો સાચી વાત જ છે. કે "મેં ડ્રીન્કસ લીધું , જે ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. અને એટલે જ પ્રભુ મારી ઉપર કોપાયમાન થયા અને દીવો પડી ગયો, હું દાઝ્યો અને બુઝાઈ પણ ગયો.."

તદ્દન સાચી વાત છે . વેદમાં લખેલું છે કે દારૂ પીનાર વ્યક્તિ "દસ્યુ " એટલે કે રાક્ષસ ગણાય છે. અને ધાર્મિક માન્યતા સાચી પણ છે. અને કદાચ એટલે પ્રભુ કોપાયમાન થયા પણ હોય.. શ્રદ્ધાની વાત છે.
પરંતુ તાર્કિક રીતે અને વિજ્ઞાનના ત્રાજવે તોલીને આ વાત કરવામાં આવે તો...
"ભાઈ, તમે રાત્રે વધુ પડતું ડ્રીન્કસ લીધું, અને સુઈ ગયા. નેચરલી તેનો નશો ઉતારી ગયો હશે પરંતુ આપનું મગજ હજી તેની અસર અને ઘેનમાં થી બહાર આવ્યું નથી. અને કદાચ તેના કારણે જ દીવો પ્રગટાવ્યા પછી તમારાથી તેના પર કંટ્રોલ થયો નહિ હોય. અને તે જ કારણ હોઈ શકે કે તે દીવો પડી ગયો.. તમારા હાથ પર પડ્યો એટલે તમને તેની ઝાળ લાગી. અને પછી બુઝાઈ ગયો. "

હશે જે હોય તે ..

પણ જો ધાર્મિક રીતે પણ પ્રભુથી ડરીને ચાલવામાં આવે અને આ વાત સાચી માનવામાં આવે .... ઉપરાંત તાર્કિક રીતે પણ જોઈને તેના પ્રમાણે વર્તન કરવામાં આવે તો ..
બંને કેસમાં ડ્રીન્કસ લેવું કેટલુંક ખતરનાક સાબિત થઇ શકે તેનું નાનું ઉદાહરણ છે. ..
આશા રાખીશ કે આટલી નાની અમથી વાત નું બીજ આગળ જઈને વૃક્ષ બને  અને તેની છાયામાં આખો સમાજ તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરે.. 
આભાર ... જયશ્રી કૃષ્ણ ...

Sunday, January 31, 2010

સંવાદ ....... પ્રભુ સાથે...

આત્માના પ્રભુ સાથે ના મૌન સંવાદને પ્રાર્થના કહેવામાં આવે છે.પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે. પ્રાર્થના કર્યા બાદ હૃદય અને આત્મા આનંદથી પુલકિત થઇ જાય છે. અને તો એક ન થાય તો સમજી લેજો કે તમે ખરેખર પ્રાર્થના કરી નથી. કશુંક મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવતી નથી.અને તે ઉદ્દેશ્ય થી કરેલી પ્રાર્થના સફળ પણ થતી નથી.કદાચ કોઈ કામ કરવા જઈ રહ્યા હો અથવા કોઈ કસોટી માં પર ઉતારવા માટે પ્રાર્થના કરી રહ્યા હો. પ્રભુ હમેશા તમારી પાસે એવું જ ઈચ્છે છે કે તમે ફક્ત તેમને તે વિષે જણાવી દો. આગળનું તે સાંભળી લેશે. દરેક ધર્મ માં એવું કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના દરમિયાન પ્રભુ પાસે કઈ માંગશો નહિ પણ ફક્ત કહો.. " યથા યોગ્યમ તથા કુરુ..." તમારી કોઈ તકલીફમાં તને પ્રાર્થના કરતા હો તો પ્રભુ ને કહો કે "યથા યોગ્યમ તથા કુરુ..." ( જે યોગ્ય હોય તે કરો) કદાચ એમ હોય કે પ્રભુ તમને તકલીફ આપીને વધારે મજબુત બનાવવા માંગતો હોય કે પછી કોઈ સારૂ કામ કરવા જતા હો અને પ્રભુ ને પ્રાર્થના કરતા હો .... પણ ભગવાને તમારા માટે તે કાર્ય માં અસફળતા લખેલી હોય અને તે અસફળતા ને પગથીયું બનાવી ને તમને વધારે સારા કાર્ય માટે તૈયાર કરવા માંગતા હોય.
પ્રાર્થના માટે જયારે શબ્દોની જરૂરિયાત પડે છે ત્યારે માનવી વામણો લાગવા લાગે છે. કારણ કે ત્યારથી અહંભાવ ઉભો થાય છે. ખુબજ જ્ઞાની વ્યક્તિ કે સાધુ વધારે સારા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાર્થના કરી શકે છે. પણ એવું બની શકે કે સમાજનો કોઈ સામાન્ય કે નીચલા સ્તરનો વ્યક્તિ તે જ્ઞાની કરતા વધારે સારી રીતે પ્રાર્થના કરી શકે. તમે પ્રભુ પાસે રજૂઆત કેટલી સારી રીતે કરો છો તે નહિ પરંતુ કેટલા નિખાલસ બનીને કરો છો તે મહત્વનું છે.

"એક ચર્ચ માં એક નાનકડો બાળક પ્રાર્થના કરતો હતો. થોડો સમય પસાર થયો. તો બાળક આંખ બંધ કરીને મશગુલ બનીને પ્રાર્થના કરતો રહ્યો. તેની પ્રાર્થના કરવાની રીત જોઈને તે ચર્ચના પાદરી ને તેને જોવા માં રસ પડ્યો. પાદરી જોતા રહ્યા અંતે તેનાથી બેખબર તે બાળક પ્રાર્થના કરતો રહ્યો.એક સમય એવો આવ્યો કે પાદરી પણ વિચાર કરવા માંડ્યા કે હું આટલો મોટો ધર્મનો જાણકાર છુ પણ આટલી તન્મયતા થી અને પ્રાર્થના નથી કરી શકતો. આટલો નાનો બાળક જે માંડ બોલતા શીખ્યો હશે તે આટલો ઓતપ્રોત થઇ ને કઈ પ્રાર્થના કરતો હશે?   તે બાળકે જેવી પ્રાર્થના પૂરી કરી એટલે તે પાદરીએ તેને બોલાવ્યો અને પૂછ્યું :"  બેટ્ટા, તું પ્રભુ ને કઈ પ્રાર્થના કરતો હતો?'
બાળક:" મને તો કોઈ પ્રાર્થના આવડતી નથી. મને તો ફક્ત એ,બી,સી,ડી... આવડે છે એટલે હું ભગવાન સામે ૧૫ વખત તે બોલી ગયો અને છેલ્લે કહી દીધું કે ભગવાન તને જે ફાવે તે પ્રાર્થના બનાવી લેજે.. પરંતુ એટલું યાદ રાખજે કે હું તને યાદ કરું છુ...?"

શું આ પ્રાર્થના બીજી કોઈ પણ પ્રાર્થના કરતા ચડિયાતી નથી? શું તેમાં પ્રભુ માટે સૌથી વધારે વિશ્વાસ નથી? 
જયારે તમે પ્રભુ ને કોઈ કામ સોપ્યા પછી તેનામાં વિશ્વાસ ગુમાવો છો ત્યારથી પ્રભુ તમારા માં વિશ્વાસ ગુમાવી દે છે. કારણકે પ્રભુ માટે તેના ભક્તો જ સર્વસ્વ છે. નરસિહ મહેતા ના કામ ભગવાન કરી લેતા કારણ કે તે ખરેખર પ્રભુ સમર્પિત જીવન જીવતા હતા અને તેમના સઘળા લૌકિક કામ પ્રભુ ને સોપી દેતા હતા અને એટલે જ તેનો હરિજનવાસ માં ભજન કરતા હોય અને તેમને ઘરે થી લેવા મોકલેલ શાકભાજી પ્રભુ જાતે નરસિહ મહેતા ના સ્વરૂપે તેમના ઘરે પહોચાડી આવતા. શામળશા શેઠ બનીને પ્રભુ તેમની હુંડી પણ સ્વીકારી લેતા. ઉપરાંત તેમની મામેરા જેવા પ્રસંગો ની જરૂરિયાત ને પણ પ્રભુ જ પૂરી કરી હતી.

"એક ધોબી  પ્રભુ નો પરમ ભક્ત હતો. કોઈપણ સુખ કે દુ:ખ હોય તે પ્રભુ ની મરજી સમજીને સ્વીકારી લેતો. ધોબીઘાટ પર લોકો તેને હેરાન કરતા. તેના કપડા પાણી માં નાખી દેતા. તેનો સાબુ સંતાડી દેતા. પણ તે હમેશા પ્રભુ પર વિશ્વાસ રાખી ને તેનું કામ કાર્ય કરતો. સમય જતા ભગવાન ને પણ થયું કે આ મારા ભક્ત ને લોકો બહુ હેરાન કરે છે. હવેથી તેને હેરાન કરશે તો મારે જાતે જઈને તેમને પાઠ ભણાવવો પડશે. બીજા દિવસે જયારે તે ધોબી ધોબીઘાટ પર ગયો અને લોકો હેરાન કરવા માંડ્યા .. ભગવાન ઉભા થયા અને જેવા તેમને રોકવા જતા હતા, બરાબર તે જ સમયે તેમની હેરાનગતિથી ત્રાસી ગયેલા ધોબીએ હાથ માં પાયો લીધો અને તેમને મારવા દોડ્યો. અને જેવું ભગવાને તે દ્રશ્ય ભગવાને જોયું કે તરત જ તેઓ ઉભા થયા હતા તે બેસી ગયા."

કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રભુ સમય આવે તેમના ભક્તો ની પ્રાર્થના સાંભળે જ છે અને જો યોગ્ય હોય તે કરે જ છે .. જરૂરીયાત છે ફક્ત પ્રભુ પર વિશ્વાસ રાખવાની ..