સૌ મિત્રો ને આ મોસમના .. પ્રથમ વરસાદના વધામણા..
આપને થતું હશે કે પ્રથમ વરસાદના વધામણા . આટલી વાર પછી?? પરંતુ ખરેખર .. અહીં ઉમરેઠમાં અને આણંદ માં આ મોસમનો પ્રથમ વરસાદ કે જે તમને ભીનાશથી તરબતર કરીદે.. તે રીતે બે દિવસથી પડે છે..
અને . ખરેખર પ્રથમ વરસાદના ઉમંગો અને તરંગો .. જેમાં
"તમારૂ પ્રિયજન તમારી સાથે હોય.. ગાડીમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હો.... સ્વપ્નમાં વિચારી હોય તેવી તેવી વ્યક્તિ તમારી પ્રિયજન બનીને ..આ વરસાદ માં સાથ આપતી હોય.." વાહ.. ક્યાં બાત હૈ..?
અને આ વરસાદ ફક્ત પ્રેમીઓ માટે જ લાગણીઓ લઇ આવે છે તેમ નથી...
" સ્કૂલમાં નવું નવું એડમિશન લીધું હોય.. ( દસમાં ધોરણ માં થી .. આગીયારમાં માં .. કે પછી બારમાં ધોરણમાં થી કોલેજ માં.. ) શાળાઓ ખુલી ગઈ હોય.. અને હોસ્ટેલમાં રહેવાનું હોય.. અને આ પ્રથમ વરસાદ પડે.. અને ઘર યાદ આવે. . .. અને મારી સાથે તમે પણ એ વાત સ્વીકારશો કે .. આવા સમયે ઘર અને ઘરના લોકોને યાદ કરીને. આંખમાં પાણી આવી જાય.." આ વખતે યાદ આવે કે તમારું કુટુંબ તમારી કેવી કાળજી રાખે છે.."
" તમે પરદેશમાં રહેતા હો,.. અને પ્રથમ વરસાદમાં . જો કુટુંબ સાથે ન હોય તો .. તેમને યાદ કરીને પણ લાગણીની ભીનાશ .. વાતાવરણની ભીનાશ સાથે . મળી જાય.."
આવી લાગણીઓ થાય .ત્યારે . શ્રાવણ -ભાદરવો વરસે.. .. તમારી આંખમાંથી પણ અને.. આકાશમાંથી પણ..
પરંતુ વરસાદમાં પલળીને આવા સમયે એકદમ હળવા થઇ જવાય.. . વરસાદનું પાણી જે તમારા ચહેરા પર પડે તે તમારા આંસુ સાથે મળીને .. નીચે જમીન પર પડે.. જાણે કે આકાશ પણ તમારી લાગણીઓને સાથ આપતું હોય.. અને આવી લાગણીઓના આંસુ એકદમ પવિત્ર લગતા હોય છે.. કારણકે વરસાદમાં તમારા હૃદયમાં આવતી લાગણીઓ એકદમ તે વરસાદ જેટલી જ કુદરતી અને પવિત્ર હોય છે...
તો આપ સૌને આપનાં હૈયા માં ઉમટેલી લાગણીઓ સાથે ... હું પણ જોડાઈને .. મારી લાગણીઓ વ્યક્ત કરું છુ..
" તરબતર માટીની ભીનાશમાં ખૂશ્બૂ હમેશા વહેતી....
વરસેલા આકાશને જોઈને ધરતી આ શું કહેતી ...?
જોવા તરસતા તમને ને સાથે ભીની લાગણી નીતરતી...
તમારી યાદમાં ભીંજાતું હૈયું ને .. વરસાદમાં ભીંજાતી ધરતી.."
હેપી મોન્સૂન ટુ ઓલ ઓફ યુ.....