about

Tuesday, July 6, 2010

" અમીટ પ્રેમના સંભારણા ...."


વરસાદના મોસમ માં.. જયારે ધીમો ધીમો વરસાદ વરસતો હોય. મન અને શરીરને તરબતર કરીને નવા નવા સ્વપ્ન જગાવતો હોય. સાથે પ્રિય પાત્રનો સાથ હોય... ધીમે ધીમે હાથમાં હાથ રાખીને વરસતા વરસાદનો આનંદ લેતા લેતા કદમ સાથે કદમ મિલાવતા હોય.. એમ પણ બને કે . પ્રિય પત્રના શરીર પર પડેલ વરસાદનું બિંદુ હોઠ વડે લઇ લેવા મન તરસતું હોય. ત્યારે વર્ષાઋતુને એમ કહેવાનું મન થાય કે. " સારું છે હે વર્ષાઋતુ  કે દર્ વર્ષે તુ આગમન કરીને અમોને પ્રેમમાં ભીજવી તરબતર કરી  જાય છે... અને કદાચ એમ કરીને તુ અમારા પ્રેમી હૈયાને જુવાન કરીને પરત જાય છે.." કોઈ શબ્દ વડે કે કોઈ વગર કોઈ શબ્દ કહે પોતાના ઉમંગોને અને આવોગોને આ ઋતુમાં વાંચા આપે છે. . કારણ કે કદાચ . શબ્દ કરતા પણ  સ્પર્શ ની ભાષા વધારે અસરકારક હોય છે.. 
આવા સુંદર વાતાવરણ અને સુંદર સાથ સાથે.. મનમાં રચાયેલા  અમુક શબ્દો ..  . આ બ્લોગ "રચના" બ્લોગ પર રજુ કરું છુ...  





 " निले अम्बर के निचे.. . जब तुम्हारे बदन पर बारिश की बुँदे छा गई ..

तुम्हारे गर्म बदन को चूमकर . . हमारे होठो पर मस्ती आ गई ..



तुम्हारे गोरे हुस्नसे फिसलकर नजरो के समंदर में डूब गए हम..



ऐसा लगा तुम्हारे लब चूमने से..



जैसे .मजधार में हमें बचाने प्यारकी कस्ती आ गई "



આમ પણ હાલનું યુવા ધન પોતાની કેરિયર ની પાછળ એટલું ઘેલું છે કે કદાચ એકબીજા સાથે 

આવા સુંદર કુદરતી વાતાવરણ માં સમય પસાર કરવાનો તેમની પાસે સમય નથી. પણ 

એક બીજા પરનો વિશ્વાસ  તમને જોડી રાખે છે.. અને પ્રેમ હોય તો કદાચ વિશ્વાસ ના હોય.. 

પરંતુ જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ જરૂરથી હોય છે.. પણ જો કોઈ વાત આવી રીતે શબ્દ 

સ્વરૂપે કહેવામાં આવે .. તો કોઈની દેન નથી કે. પોતાના પ્રિયપાત્ર માટે થોડો સમય કાઢીને 

તેને સાથ આપવા ન આવે...

 "आपके सुनहरे रूपको  को देख परीया भी शर्माने लगती है l
 
स्वर्गकी अप्सरोको छोड़, देवताओको भी आपकी याद आती है l

आपके हुश्न के जल्वोका क्या कहना.. अब कैसे समजाए उनको, 


ये कलि..सिर्फ हमारे छूने से ही खिल जाती है....l"


એમાં પણ પ્રિય પત્રને મનાવવાનો સમય હોય . તો કદાચ પોતાની માતૃભાષા સિવાય વધારે સારો કોઈ  
વિકલ્પ નથી.. અને આમ પણ જેને દિલ ફાડીને મુહબ્બત કરતા હો.. તેની સામે શીશ ઝુકાવીને 
મનાવવામાં પણ કોઈ પરહેજ નથી.. આમ પણ દિલથી પ્રેમ કરો તો દિલથી તેને તમારા પ્રેમમાં તરબતર 
કરવાની પણ જવાબદારી તમારી જ હોય છે.. અને જો તે વ્યક્તિને જ તમે હર્ટ કરો તો પછી તમારી 
જવાબદારી છે કે તેને ગમે તે રીતે માનવી લો.. અને આના માટે આના કરતા વધારે સારા શબ્દો ક્યાં 
મળે?? 









" હૈયું તૂટે તમારું .. તો .. હૈયું વલોવાઈ જાય છે.....





જેના હેત થી . .. લાગે છે વિશ્વ પોતાનું.... એ અંદાજ ખોવાઈ જાય છે....

જેના પર બેઠા હોઈએ તે ડાળી કપાય તો શું થાય...?

જ્યાં રહેતા હોઈએ .. તે હૈયું તૂટે તો.. . એવું થાય...

જેને સાચવ્યું .. મોતી બનાવીને ..........હથેળીની છીપમાં..

કહો છો તમેં . તેને તોડ્યું છે અમેં ..પ્રીતમાં..

તમને જે કહ્યું તે તમારા માટેની પ્રીત છે....












તમે જે માનો તે....... પણ આ જ અમારા પ્રેમની રીત છે..."

અને પછી એવું બને કે .. તમારી સ્વીટહાર્ટ તમારથી માની તો જાય જ .. પણ તે તમને 

સતાવવાનો આનંદ લેતી હોય.. થોડું થોડું હસીને .. પણ તમારાથી રિસાવાની એક્ટિંગ કરતી 

હોય.. આવા સમયે તેની નજર નીચે ઢળેલી હોય.. અને થોડાક શબ્દો .. થોડોક સ્પર્શ તેને . 

વધારે મદહોશ કરતો હોય..

"मिलालो नज़र हमसे .. क्यों आपकी पलके जुकी है..l








दिल, जिगर अब किसका वास्ता दे आपको... l








जिंदगी तो क्या.. अब हमारी धड़कने भी आपकी हो चुकी है..l"

આ વાત અત્યારે લખવાનું કારણ એક જ છે .. કારણ કે આવી મસ્તી અને આવા ઉન્માંદોનું વર્ણન અને અનુભૂતિ જિંદગીના દરેક સ્ટેજ પર કરવી શક્ય હોતી નથી..આવા ગાંડપણ માટે પણ એક સમય હોય છે જે તમારા પ્રણય ની અમિટ છાપ છોડી જાય છે.. . કારણ કે સમાજનો નિયમ છે.. લગ્ન કરતા પહેલા ના સંસ્મરણો લગ્નજીવનને ટકાવવા માટે ઉપયોગી થાય છે. કે પછી . લગ્ન પછી પણ પ્રેમી પ્રેમિકા સ્વરૂપે રહી શકે તેવા યુગલો ઘણા જ ઓછા જોવા મળે છે.. . 
મારે ફક્ત એટલું જ કહેવાનું છે.. આ પ્રેમની અમિટ છાપ.. હૈયામાં સંભારણા રૂપે સાચવી લેજો.. અને ભવિષ્ય માં  આવી મીઠી યાદો જ.. આપના એકાંત ને સમૃદ્ધ કરશે..






Tuesday, June 8, 2010

પહેલા વરસાદના વધામણા ......



સૌ મિત્રો ને  આ મોસમના .. પ્રથમ વરસાદના વધામણા..

આપને થતું હશે કે પ્રથમ વરસાદના વધામણા . આટલી વાર પછી?? પરંતુ ખરેખર .. અહીં ઉમરેઠમાં અને આણંદ માં આ મોસમનો પ્રથમ વરસાદ કે જે તમને ભીનાશથી તરબતર કરીદે.. તે રીતે બે દિવસથી પડે છે..

અને . ખરેખર પ્રથમ વરસાદના ઉમંગો અને તરંગો .. જેમાં

"તમારૂ  પ્રિયજન તમારી સાથે હોય.. ગાડીમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હો....  સ્વપ્નમાં વિચારી હોય તેવી તેવી વ્યક્તિ તમારી પ્રિયજન બનીને ..આ વરસાદ માં સાથ આપતી હોય.." વાહ.. ક્યાં બાત હૈ..?
અને આ વરસાદ ફક્ત પ્રેમીઓ માટે જ લાગણીઓ લઇ આવે છે તેમ નથી...

" સ્કૂલમાં નવું નવું એડમિશન લીધું હોય.. ( દસમાં ધોરણ માં થી .. આગીયારમાં માં .. કે પછી બારમાં ધોરણમાં થી કોલેજ માં.. ) શાળાઓ ખુલી ગઈ હોય.. અને હોસ્ટેલમાં રહેવાનું હોય.. અને આ પ્રથમ વરસાદ પડે.. અને ઘર યાદ આવે. . .. અને મારી સાથે તમે પણ એ વાત સ્વીકારશો કે .. આવા સમયે ઘર અને ઘરના લોકોને યાદ કરીને. આંખમાં પાણી આવી જાય.." આ વખતે યાદ આવે કે તમારું કુટુંબ તમારી કેવી કાળજી રાખે છે.."

" તમે પરદેશમાં રહેતા હો,.. અને પ્રથમ વરસાદમાં . જો કુટુંબ સાથે ન હોય તો .. તેમને યાદ કરીને પણ લાગણીની ભીનાશ .. વાતાવરણની ભીનાશ સાથે . મળી જાય.."

આવી લાગણીઓ થાય .ત્યારે . શ્રાવણ -ભાદરવો વરસે.. .. તમારી આંખમાંથી પણ અને.. આકાશમાંથી પણ..
પરંતુ વરસાદમાં પલળીને આવા સમયે એકદમ હળવા થઇ જવાય.. . વરસાદનું પાણી જે તમારા ચહેરા પર પડે તે તમારા આંસુ સાથે મળીને .. નીચે જમીન પર પડે.. જાણે કે આકાશ પણ તમારી લાગણીઓને સાથ આપતું હોય.. અને આવી લાગણીઓના આંસુ એકદમ પવિત્ર લગતા હોય છે.. કારણકે  વરસાદમાં તમારા હૃદયમાં આવતી લાગણીઓ એકદમ તે વરસાદ જેટલી જ કુદરતી અને પવિત્ર હોય છે...

તો આપ સૌને આપનાં હૈયા માં ઉમટેલી લાગણીઓ સાથે ... હું પણ જોડાઈને .. મારી લાગણીઓ વ્યક્ત કરું છુ..

" તરબતર માટીની ભીનાશમાં ખૂશ્બૂ હમેશા વહેતી....


વરસેલા આકાશને જોઈને ધરતી આ શું કહેતી ...?


જોવા તરસતા તમને ને સાથે ભીની લાગણી નીતરતી...


તમારી યાદમાં ભીંજાતું હૈયું ને .. વરસાદમાં ભીંજાતી ધરતી.."


હેપી મોન્સૂન ટુ ઓલ ઓફ યુ.....



Saturday, May 29, 2010

"ઘડીક વિસામો આપતું . ઉર.."



" આંખ મળે ત્યાં ઉજાસ છવાય છે..    

પાંખ ખોલે છે સ્વપ્ન  અને  પ્યાસ .. ઉભરાય છે..

કદીક તરસ્યા  રાખ્યા કોઈએ.. પરંતુ  

હવે તો એવી  કડવી યાદ વિસરાય છે..

અન્યાય કરી દુભાવી ન બેસું આ નવા સબંધોને .. . . .

ઘડીક  વિસામો આપતા ... ઉરને જોઈને આંખ  ભરાય છે..

એક જ ડર છે .. આંસુ સાથે વહી ન જાય આ  ઉભરતું સ્વપ્ન..

બસ.. આવી .....નાની આમથી વાતમાં પણ આંખ ભીની થઇ જાય   છે....."

આપ સર્વે મારી એક વાત સાથે સંમત થશો કે દરેક વ્યક્તિ બીજા કોઈ તરફથી વગર કારણે દુભાઈ હશે. ભલે અપેક્ષાઓની માત્ર ઓછી હોય તો પણ ઘણા એવા લોકોમાં દુર્વ્યવહાર ના કારણે , કે પાછો કોઈના એવા નિર્ણયનાં  કારણે તમારે સહન કરવું પડ્યું હોય તેમ બન્યું હશે.
મારા આ બ્લોગ "રચના" પર હું મારી જિંદગીની પોતાની વાતો અને અનુભવોનુ વર્ણન કરતો હોઉં છુ અને તેને હું એક ડાયરી તરીકે ઉપયોગ કરું છુ . માટે મારી જિંદગીની એક વાત આપ સર્વે સાથે મારે શેર કરવી છે . ખરેખર તો મારે એવું લખવું છે કે " હું એવું વ્યક્તિ છુ ... જે બીજાના કારણે સૌથી વધારે દુભાઈ છે. "   ( આમ તો આ વાત દરેક વ્યક્તિ પોતાના વિષે કહેતા જ હશે ). પરંતુ આ વાત હું મારા મનનો ઉભરો ઠાલવવા માટે જ લખું છુ તેમ નથી. પરંતુ આ હકીકત એટલા માટે છે કારણકે મારી નજીકના લગભગ દરેક વ્યક્તિએ મને ખૂબ જ દુભ્વ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે " હું એકલો છુ.... મને સાચવનાર ભાઈ , કે બહેન નથી.. " અને એટલે જ તમને " ટેકન એઝ ગ્રાન્ટેડ " જેવો અનુભવ થાય છે..
જયારે આવું વારંવાર બને એટલે તમે ખૂબ જ સેફ મોડ માં આવી જાઓ છો. દરેક વ્યક્તિને ખૂબજ શંકાશીલ બનીને જૂઓ છો. અને એટલે કોઈ વાર સાચા સંબંધો ને પણ અન્યાય કરી બેસો છો..
મારે બસ આટલું જ લખવું છે .. કે " પ્રભુ મને એવું શક્તિ આપે કે .. હું સાચા સંબંધો ને ઓળખી શકું .. અને તેની તરફ ક્યારેય અન્યાય  ન કરું.. "

આભાર .. જય શ્રી કૃષ્ણ....

Monday, May 10, 2010

પાંચ સુત્રી ગીતા....



તકરાર-કંકાસ ન કરશો.  


૧.ઘરમાં ભોજન સમયે,

૨. પૂજાપાઠ સમયે

૩. ઘરેથી બહાર જાવ ત્યારે
,
૪.ઘરમાં પ્રવેશ કરો ત્યારે અને

૫.સૂતી વખતે તકરાર ન કરવી.

આ પાંચ સૂત્રી ગીતા છે.


પાંચ સંકલ્પ કરો.

જેમાં પ્રથમ છેઘરમાં પાંચ પુસ્તકો વસાવો. હું પણ પાંચ પુસ્તકો ખરીદવાનો છું
.
બીજું છે કે બે-બે વૃક્ષ વાવો. હું પણ અહીંથી જઇને બે વૃક્ષ વાવીશ એમ રામાયણ ઉપર હાથ મૂકીને કહું છું.

ત્રીજું છેખાદીના બે જોડી તો વસ્ત્ર ખરીદો,

ચોથો સંકલ્પ છેવગર કારણે પાણીનો બગાડ કરશો નહીં.

પાંચમુ છેનુકસાનકારક વ્યસનો ધીરે-ધીરે છોડજો. યુવાવર્ગને ખાસ કહેવાનું કે નશીલા વ્યસનોથી મુકત બનજો.



-"મારા ફેસબુક ફ્રેન્ડ .. ડો.લલિતા પાલેપ તરફથી મળેલો મેસેજ.."

Monday, April 26, 2010

પ્રભુના અદભૂત દર્શન નો લાભ.. .. અધિક માસ માં...

આમ તો બ્લોગ એટલે પોતાના અંગત અનુભવો વ્યક્ત કરવાનું માધ્યમ છે. અને તેના માટે જ આ બ્લોગ "રચના" ઉપર ઘણી વખત મારા અંગત અનુભવોનૂ વર્ણન કરતો હોઉં છું .. આજની આ પોસ્ટ લખવાનું એક કારણ એ પણ છે કે . જે પ્રભુના દર્શનનો અનન્ય લાભ આજે મળ્યો છે . તે કદાચ આ પહેલા મળ્યો નથી..  દરેક સેલીબ્રિટીઝ  પોતાનો બ્લોગ લખે ત્યારે તેમના અનુભવો જ લખતા હોય છે . જયારે અમારા જેવા સામાન્ય બ્લોગર  પોતાના બ્લોગ માં પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની આવડત અને લેખન કલાને વાચા આપતા હોય છે.. પરંતુ આજ રોજ આ અધિક વૈશાખ માસમાં પ્રભુના દર્શનનો જે લાભ મળ્યો છે એટલે ખરેખર હું ધન્ય બન્યો છુ .. અંતે એટલે  જ મારો આજનો અનુભવ આપની સમક્ષ્ પોસ્ટ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ..

અધિક માસ .. ( પુરુષોત્તમ માસ) એટલે શું..?

દરેક ગુજરાતી માસને પોતાનો આગવો દરજ્જો મળેલો છે. અને કહેવાય છે કે તે દરજ્જો  પ્રભુ એ નક્કી કરેલો છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે .પુરુષોત્તમ માસ  ( અધિક મહિનો) ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે .. "પ્રભુ . એક તો હું ૩ વરસે એક વાર આવું છુ. તો  મારું મહત્વ  નથી. તદુપરાંત આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી એટલે મારું મહત્વ તો રહેતું જ નથી.. " એટલે પ્રભુએ તેને જણાવ્યું.. " તું ભલે  ૩ વરસે એક વાર આવે .. પણ તારું આગવું મહત્વ છે .. અને લોકો તને પુરુશોત્તમ માસ તરીકે ઓળખશે. અને તારો ભલે કોઈ દરજ્જો નથી. પરંતુ પુરુષોત્તમ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે. અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને અનેકગણું ફળ મળશે."
અને ખરેખર પુરૂશોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. તે માસ માં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે..  પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવીને મનોરથ કરવામાં આવે છે. તે જ રીતે વદ તેરસને શૈવપંથી શિવરાત્રી તરીકે ઉજવી જ શકે. સવાલ ફક્ત તમારી શ્રદ્ધાનો છે.
તાર્કિક રીતે જોવા જઈએ તો .. આખા વર્ષના ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર ( જે આપને રોજ વાપરીએ છીએ) વર્ષમાં ૩૬૫ દિવસ આવે છે. પરંતુ તેને જો ગુજરાતી કેલેન્ડર સાથે મેચ કરવામાં આવે તો . દરેક ગુજરાતી માસ ૩૦ દિવસનો જ હોય. તેમાં પણ ઘણી તીથીઓ નો ક્ષય હોય અથવા કોઈ તિથી ૨ વાર પણ આવતી હોય છે. .. પરંતુ . ૩૦ દિવસ પ્રમાણે દર વર્ષે તેના ૩૬૦ દિવસ ગણાય. આમ દર વર્ષે ૫ દિવસનું એડજસ્ટમેંટ કરવું જ પડે. એટલે ૩ વર્ષના ૧૫ દિવસ થાય. ઉપરાંત તીથીઓનો લોપ થતા . લગભગ ૩૦ દિવસ નો વધારો દરેક ૩ વર્ષે આવે.. અને તે કારણથી એક અધિક મહીનો મળે છે.
આમ ધાર્મિક અને તાર્કિક રીતે આપણને જે ૧ મહિનો વધારે મળે . તેમાં જેટલું ધાર્મિક કાર્ય કરી શકાય તેટલું કરવું તેવી પ્રણાલી છે. .. અને તે મહિનામાં કરતુ પુણ્ય વધારાનું ગણાય તેવી માન્યતા છે .
આવા અધિક માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. અને આજ રોજ ઠાકુરજીને પણ ખૂબ જ લાડ લડાવવામાં આવતા હોય છે. આમ પણ પુષ્ટિમાર્ગમાં ઠાકુરજીને બાળક ભાવથી સેવા કરવામાં આવે છે એટલે જ વધારે લાડ લડાવવામાં આવતા હોય છે.

ઠાકોરજીના દર્શનનો અનન્ય લાભ..

આજ રોજ અધિક માસની ચૌદસ અને કાલે પૂનમ છે. આજે સોમવાર હોવાથી અમે ડાકોર ના ઠાકોર શ્રી રણછોડરાયજીના દર્શનનો અનન્ય લાભ લીધો. રચના , કુશલ અને યશસ્વી વેકેશન પર હોવાથી હું અને મમ્મી પપ્પા દર્શન માટે ગયા હતા. અને સાંજનો સમય હતો .. અને સ્વાભાવિક રીતે શયનના દર્શનનો જ સમય હતો. મંદિર માં ભીડ જોઈને એક વાર તો અંદર જવાની હિંમત ન ચાલી .. પણ થોડી વાર પછી ભીડ ઓછી થતા .. અમે અંદર દર્શન કર્યા. વાહ.. એકદમ અદભૂત દર્શન .. કારણકે દરરોજ આવા જ દર્શન હોય છે .. ભક્તો મશાલ લઈને ઉભા રહે છે. દરેક જણ મશાલની જ્યોત પકડીને પણ ધન્ય બને છે.. બધું જ.. પરંતુ વાત જયારે પુરુષોત્તમ માસની હોય ત્યારે..?? આ આનંદ બેવડાઈ જાય. અને વળી પાછુ . શયન ના દર્શન માં જે સમૂહ ગાન થાય છે.. " તમે પોઢોને રણછોડરાય.." તેની થોડી ઘણી લાઈનો આવડે છે એટલે .. શ્રી રણછોડરાયજીના સન્મુખ થઈને તે ગાવાનો આનંદ .અને પુરુષોત્તમ માસ.. (મને કુશલ યાદ આવી ગયો..કારણકે તેને આ ગાન બહુ ગમે છે..)... ખરેખર ખૂબ સૂંદર દર્શન , અને સાથે સાથે મંદિરની પરિક્રમા તો ખરી જ .. વાહ..
ડાકોર થી પરત આવતા આવતા .. અમારા ઉમરેઠના હવેલી મંદિર માં "પુષ્પવિતાન " મનોરથ હતો. ઉમરેઠમાં ૩ હવેલી મંદિર છે. એક મોટું મંદિર. બીજું શ્રી દેવકીનન્દ્જીનું અને ત્રીજુ મગનલાલજીનું . આ ત્રણે ય મંદિરના ઠાકોરજી એક જ .."મોટા મંદિરમાં" બિરાજ્યા  હતા.. અને .. લગભગ રાત્રે ૮ વાગ્યાનો દર્શનનો સમય હતો.. પરંતુ દર્શન થયા.. ૯.૩૦ વાગે.. અને ઉમરેઠ માં સૃષ્ટી ધરાવતા પંચમ પીઠાધીશ્વર શ્રીમદ વલ્લભાચાર્યજી પણ પધાર્યા હતા. મોડું થયું ..પરંતુ જયારે દર્શન ખુલ્યા ... ફરીથી એક જ શબ્દ..વાહ .. અદભૂત . મહારાજશ્રી ની હાજરી .. ઉપરાંત ત્રણે મંદિરના ઠાકૂરજી  .. અને પુરુષોત્તમ માસ.. વાહ.. અલૌકીક દર્શન થયા..
બસ પ્રભુજીની આવીને આવી કૃપા બની રહે ... અને દર્શનનો લાભ મળતો રહે.. તેવી પ્રભુને પ્રાર્થના કરું છુ..

Wednesday, April 14, 2010

શું પસંદ કરશો? . તમારો પોતાનો "બ્લોગ" કે "વેબસાઈટ"..?

છેલ્લા ઘણા સમયથી મારા બ્લોગ "પ્રાર્થના" પર મેં પોસ્ટ મૂકી નથી. અને ઈચ્છા હતી કે આ પોસ્ટ "પ્રાર્થના"  બ્લોગ પર મૂકું. પરંતુ પછી તેના વિષય વિષે વિચાર કર્યા પછી આ પોસ્ટ મને "રચના" . એટલે કે આ બ્લોગ માટે વધારે સંલગ્ન લાગી. અને મેં નિર્ણય કર્યો કે આ બ્લોગ પર જ આ પોસ્ટ મૂકવી.
અત્યારના સમયમાં ઈન્ટરનેટ એટલે સૌથી સબળ માધ્યમ છે. અને તેમાં પણ પોતાની જાતને રજૂ કરવાનું સૌથી અનોખો રાહ એટલે .. બ્લોગીંગ. . બ્લોગ દ્વારા વ્યક્તિ પોતાને રજૂ કરી શકે છે. અને બીજી સૌથી સબળ રજૂઆત " વેબસાઈટ" દ્વારા કરી શકાય છે. બ્લોગ પણ એક પ્રકારની વેબસાઈટ જ છે પરંતુ વેબસાઈટ માં વ્યક્તિને પોતાનું ડોમેઈન મળે છે. જયારે બ્લોગ પર કોઈ વેબસાઈટ પર વ્યક્તિએ પોતાનું ડોમેઈન રજીસ્ટર કરવાનું હોય છે. આમ એક રીતે બ્લોગ કરતા વેબસાઈટ વધારે સ્વતંત્ર હોય છે કારણકે બ્લોગ પર જે તે વેબસાઈટ નું નિયંત્રણ હોય છે , જયારે વેબસાઈટ પર એવું કોઈ નિયંત્રણ હોતું નથી..ઈન્ટરનેટ પર બ્લોગ અને વેબસાઈટ ને વ્યક્તિની પોતાની રચના કહી શકાય. પરંતુ ઘણી વાર બેમાંથી કોઈ એક ની પસંદગી કરવામાં આવે તો ..?? શેની પસંદગી કરવી?

" એક વાર રાજકપૂરે પોતાના ઇન્ટરવ્યું માં કહ્યું હતું... મને આમ તો મારા બનાવેલા બધા જ પિક્ચર પસંદ છે , પણ  જેમ માતાને પોતાનું અપંગ બાળક સૌથી વધારે વહાલું હોય છે તેમ મારા દિલની સૌથી  નજીક મારું વહાલું પિક્ચર .. "મેરા નામ જોકર " છે. કારણકે દિલથી મહેનત કરવા છતાં તે પિક્ચર સુપર ફ્લોપ ગયું હતું "

આ પોસ્ટ લખવાનો વિચાર આવ્યો , કારણકે મારા મિત્ર એ મને જણાવ્યું કે " હું , બ્લોગ લખવા કરતા મારી પોતાની વેબસાઈટ શરુ કરું.." વિચારોની ગડમથલની શરૂઆત થતા , દિમાગ કરતા દિલથી વિચારતા મારું મન અને હૃદય બ્લોગ તરફ જ વધારે ઢળ્યું. અને જે વિચારો મારા મનમાં ઉદભવ્યા તેને અહીં પોસ્ટ સ્વરૂપે આકાર આપ્યો છે.

વેબસાઈટ .. એ સબળ માધ્યમ તો છે જ. પરંતુ વેબસાઈટ બનાવતા પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે તો .... તેના વિશે કેટલીક હકીકત ભૂલી જઈએ છીએ..
  • વેબસાઈટ દિમાગથી લખવામાં આવે છે. તે દ્રષ્ટીએ તે સંપૂર્ણ પ્રોફેશનલ એપ્રોચ ધરાવે છે.
  • વેબસાઈટ પર કોઈ પણ વસ્તુ પોતાની મરજી મુજબ લખી શકાતી નથી . એટલે કે જે જાહેરમાં સ્વીકાર્ય હોય તે વસ્તુ જ તમે વેબસાઈટ પર રજૂ કરી શકો છો. જેમાં કદાચ તમારી સંમંતિ ન પણ હોય.
  • બ્લોગને કદાચ વેબસાઈટ કહી શકો , પરંતુ વેબસાઈટ ને બ્લોગ કદાપી કહી શકાય નહિ..
  • વેબ પર તમે પોતાના વિચારોની રોજનીશી બનાવી શકો નહિ.
  • વેબસાઈટ ને ફક્ત કમાણીના હેતુ થી જ બનાવવામાં આવે છે.
  • વેબસાઈટ ના માલિકને એક બ્રાન્ડ કે ઓર્ગનાઈઝેશન તરીકે જ વિચારવામાં આવે છે.
જયારે બ્લોગ... એટલે શું?
  • વ્યક્તિ પોતાના વિચારોને શબ્દ સ્વરૂપ આપે છે અને તેને પોતાના બ્લોગમાં રજૂ કરે છે. એટલે બ્લોગ એ મોટાભાગે દિલથી લખાયેલ હોય છે. અને તેથી જ બ્લોગ એ વેબસાઈટ કરતા દિલની વધારે નજીક હોય છે.
  • બ્લોગ પર તમે કમાણી કરવાનો હેતુ ન હોય , તો પણ તમે તેને વરસો વરસ ચલાવી શકો છો.
  • પોતાના વિચારોની રોજનીશી સ્વરૂપે તમેં બ્લોગનો ઉપયોગ કરી શકો છો.
  • બ્લોગ પર તમે પોતાના અંગત વિચારો રજૂ કરી શકો છો. ભલે તે સર્વ સ્વીકાર્ય ન હોય.. અને એ રીતે બ્લોગ એકદમ અંગત બાબત બની શકે છે.
  • માણસના વ્યક્તિત્વની ઓળખ બની શકે છે.
  • એક બ્રાન્ડ કે ઓર્ગેનાઈઝેશન ના વ્યક્તિઓને પોતાના વિચારો રજૂ કરવા બ્લોગ ઉપયોગી થઇ પડે છે.
  • બ્લોગ એ પોતાના  વ્યક્તિઓ સાથે સીધા સંપર્કનું માધ્યમ બની શકે છે..
બ્લોગ વિષે આટલા બધા ફાયદા વિષે સમજીને જ કદાચ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની વેબસાઈટ નહિ પણ બ્લોગ લખે છે. બીજા ઘણા સેલીબ્રીટીઝ પણ બ્લોગીંગ કરે છે. પરંતુ અમિતાભ બચ્ચનના બ્લોગ વિષે લખવાનું કારણ છે કે  . તેઓ આટલા મોટા સ્ટાર  હોવા છતાં પોતાના બ્લોગની પોસ્ટ પોતાની જાતે જ લખે છે. જે બીજા સેલીબ્રીટીઝ કરતા નથી. આમ પણ તેઓ કવિ શ્રી હરિવંશરાય બચ્ચન ના પુત્ર હોવાના નાતે ભાષા પર અનોખું પ્રભુત્વ ધરાવે છે , જે બહુ ઓછા પાસે હોય છે. ( અમિતાભ વિષે વાતો ફરી કોઈ વાર કરીશું).

હું તો ફક્ત આ "રચના" બ્લોગમાં એક જ વાત જણાવવા માંગું છું કે ઘણા લોકોએ પોતાના બ્લોગ અને વેબસાઈટ ની રચના કરી હશે. દરેક ને પોતાની અંગત રચના પસંદ જ હોય છે. પરંતુ હું દરેક ને વિનંતી કરીશ કે પોતાની અંગત રચનાના તફાવતને ઓળખીને , વેબસાઈટ માટે તમારા સૌની દિલની નજીક હોય તેવા બ્લોગ પર બ્લોગીંગ કરવાનું છોડશો નહિ.. બ્લોગ એ તમારી આગવી ઓળખ બની રહે છે તે સનાતન સત્ય છે. ...

"હેપ્પી બ્લોગીંગ..."

Monday, April 5, 2010

વેદો ની દ્રષ્ટીએ...

દિવ્ય ભાસ્કર પેપર માં ૫ મી એપ્રિલ ૨૦૧૦ ની પુરતી ધર્મ દર્શન માં સુંદર લેખ છે. જેમાં વેદ અને જીવન કોલમમાં જ્ઞાનેશ્વરાચાર્ય ( દર્શનાચાર્ય) નામના લેખક ખુબ રસપ્રદ રીતે વેદમાં લખાયેલી વાતોનો ઉલ્લેખ કરે છે.  દિવ્ય ભાસ્કરની આવી સુંદર પુરતી અને આટલા સુંદર લેખ સમાજને સ્વસ્થ અને ધાર્મિક બનાવવામાં એક રીતે સુંદર પ્લેટફોર્મ પૂરું પડે છે.
આ લેખની થોડી ચર્ચા કરવા માંગું છું. આશા રાખું છુ કે સમાજોપયોગી આવી પૂર્તિમાં આવતા લેખની ચર્ચામાં દિવ્યભાસ્કરને તંત્રી કે તે કોલમના લેખકશ્રીને કોઈ વાંધો નહિ હોય.

" अकर्मा  दस्युरभी नो अमंतुरन्यव्रतो अमानुष: त्वं तस्याडमित्रहन वधर्दासस्य   दम्भय ll"
અકરમા- એટલે કે  પુરુષાર્થ વિનાનો પુરુષ અસુર(દસ્યુ)  છે. અને તે નુકસાન કરે છે . દુષ્ટ બુદ્ધિ વાળા મનુષ્યો દસ્યુ છે . આવા લોકો ન કેવળ ફક્ત જીવનને દુ:ખી  બનાવે છે પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિષયના મનુષ્યોને પણ દુ:ખી કરે છે.
આમાં આવા "દસ્ય"  પુરુષોની અલગ અલગ કક્ષા પાડવામાં આવી છે. જેમ કે ..
પ્રથમ કક્ષા " અકરમા" .. એટલે કે તેઓ પુરુષાર્થ કાર્ય વિના વાકચતુરાઈ , બુદ્ધિ ચાતુર્ય થી , છળકપટ , પ્રલોભન વગેરે અનૈતિક સાધનોથી ભોગસામગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.
દ્વિતિય કક્ષા "અમંતુઃ " એટલે કે જે લોકો પોતાના વર્તન કે વ્યવહારથી સમાજ , રાષ્ટ્ર કે દુનિયા પર શું અસર પડશે તેનો લામ્બો વિચાર કર્યા વિના સ્વચ્છંદી વ્યવહાર અને વર્તન કરે છે. .
ત્રીજા પ્રકારના દસ્યુ... એટલે "અન્યવ્રતઃ"..જેઓ નાસ્તિક હોય છે. અને ઈશ્વરને માનતા નથી, કર્મફળને , પાપ કે પુણ્યને કશાને માનતા નથી. માત્ર ધન પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયભોગોને ભોગવવાની ઈચ્છા રાખે છે અને તેઓ દારૂ , માંસ , વ્યભિચાર , હિંસા અને ખરાબીઓથી પરેજ કરતા નથી. ઉપરાંત અહિંસા, સંયમ, ત્યાગ , તપસ્યા, ઈશ્વર , સાક્ષાત્કાર , મોક્ષ વગેરે માન્યતાઓને માનતા નથી .તેઓ ફક્ત આકસ્મિક જીવનને જ જુએ છે. અને તેને કોઈ પ્રભુ જેવી શક્તિ ગોઠવે છે તેમ માનતા જ નથી.
ચોથી કક્ષા છે. .. "અમાનુષ ".. જેઓ અંત્યંત ક્રૂર હોય છે. ધન , ભોગ અને સુખ સગવડ માટે કોઈ વ્યક્તિની હત્યા કરી નાખે છે. ઈજ્જત લુટે છે. આ દસ્યુ એટલે કે રાક્ષસો તામસી પ્રકૃતિ વાળા હોય છે. તેમના કર્યો પશુઓથી પણ હિંસક હોય છે.
આટલી કક્ષાઓના વર્ણન બાદ. પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે...
હે પરમેશ્વર.. આપતો આવા દસ્યુઓનો  વિનાશ કરી દંડ આપો છો.. પણ અમને એવી શક્તિ ,સાહસ , અને બળ આપો આવા દસ્યુઓનું દમન કરી શકીએ. તેમને  રોકવા માટે અમે સુસંગઠિત થઈએ . કારણકે આ સમાજમાં સજ્જનોની સંખ્યા વધુ છે પણ તેઓં સંગઠિત નથી. "દુર્જનો સફળ થાય છે કારણકે સજ્જનો સક્રિય થતા નથી. અને આ સમાજને , રાષ્ટ્રને અને દુનિયા ને દુર્જનોની સક્રિયતા કરતાં , સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભારે પડે છે." અને ખરેખર આ લેખમાં અને જે વાક્ય લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે " આવા દસ્યુઓના વિનાશને માટે કોઈ આયોજન અને તેના માટે તન, મન અને ધનનો ત્યાગ કરવામાં ન આવે ( મતલબ તેમનો ઉપયોગ કરવામાં ન આવે) તો આવા થોડા જ દસ્યુઓ , અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુઃખ પહોચાડતા રહે છે , એટલા માટે કૃપા કરીને અમોને સંગઠિત થવામાં , એક સમાન વિચાર, સીધ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી આ દસ્યુઓના વિનાશ માટે સર્વસ્વાની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો. એવી અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે.."

ઉપર મુજબનો જે લેખ ખરેખર સમાજને લાભકર્તા છે અને સમાજને માટે આંખ ઉઘાડનાર છે. હું સ્વીકારું છુ કે આ પોસ્ટ એ "દિવ્ય ભાસ્કર " અખબારની તા-૦૫-૦૪-૨૦૦૧૦, સોમવારની ધર્મદર્શન પૂર્તિની કોલમ "વેદ અને જીવન " પરથી લેવામાં આવી  છે. તેના કારણે મારો બ્લોગ તો સમૃદ્ધ તો થયો જ છે પણ તે ખરેખર સમાજોપયોગી હોવાથી મેં તેને પોસ્ટ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે. જેના લેખક ગ્યાનેશ્વરાર્યજી (દર્શાનાચાર્ય)  છે. વેદની કોઈ વાત મારા શબ્દોમાં રૂપાન્તરિત કરતા કોઈ ભૂલ નાં થઇ જાય તે કારણથી ઘણો ખરો લેખ તેના તે જ સ્વરૂપે રાખ્યો છે. દિવ્યભાસ્કરના તંત્રી કે આ લેખના લેખકને વાંધો હશે તો હું આ પોસ્ટ તરત જ ડીલીટ કરી દઈશ.
આપ મારો paryank2009@yahoo.com ઉપર મારો સંપર્ક કરી શકો છો..