" આંખ મળે ત્યાં ઉજાસ છવાય છે..
પાંખ ખોલે છે સ્વપ્ન અને પ્યાસ .. ઉભરાય છે..
કદીક તરસ્યા રાખ્યા કોઈએ.. પરંતુ
હવે તો એવી કડવી યાદ વિસરાય છે..
અન્યાય કરી દુભાવી ન બેસું આ નવા સબંધોને .. . . .
ઘડીક વિસામો આપતા ... ઉરને જોઈને આંખ ભરાય છે..
એક જ ડર છે .. આંસુ સાથે વહી ન જાય આ ઉભરતું સ્વપ્ન..
બસ.. આવી .....નાની આમથી વાતમાં પણ આંખ ભીની થઇ જાય છે....."
આપ સર્વે મારી એક વાત સાથે સંમત થશો કે દરેક વ્યક્તિ બીજા કોઈ તરફથી વગર કારણે દુભાઈ હશે. ભલે અપેક્ષાઓની માત્ર ઓછી હોય તો પણ ઘણા એવા લોકોમાં દુર્વ્યવહાર ના કારણે , કે પાછો કોઈના એવા નિર્ણયનાં કારણે તમારે સહન કરવું પડ્યું હોય તેમ બન્યું હશે.
મારા આ બ્લોગ "રચના" પર હું મારી જિંદગીની પોતાની વાતો અને અનુભવોનુ વર્ણન કરતો હોઉં છુ અને તેને હું એક ડાયરી તરીકે ઉપયોગ કરું છુ . માટે મારી જિંદગીની એક વાત આપ સર્વે સાથે મારે શેર કરવી છે . ખરેખર તો મારે એવું લખવું છે કે " હું એવું વ્યક્તિ છુ ... જે બીજાના કારણે સૌથી વધારે દુભાઈ છે. " ( આમ તો આ વાત દરેક વ્યક્તિ પોતાના વિષે કહેતા જ હશે ). પરંતુ આ વાત હું મારા મનનો ઉભરો ઠાલવવા માટે જ લખું છુ તેમ નથી. પરંતુ આ હકીકત એટલા માટે છે કારણકે મારી નજીકના લગભગ દરેક વ્યક્તિએ મને ખૂબ જ દુભ્વ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે " હું એકલો છુ.... મને સાચવનાર ભાઈ , કે બહેન નથી.. " અને એટલે જ તમને " ટેકન એઝ ગ્રાન્ટેડ " જેવો અનુભવ થાય છે..
જયારે આવું વારંવાર બને એટલે તમે ખૂબ જ સેફ મોડ માં આવી જાઓ છો. દરેક વ્યક્તિને ખૂબજ શંકાશીલ બનીને જૂઓ છો. અને એટલે કોઈ વાર સાચા સંબંધો ને પણ અન્યાય કરી બેસો છો..
મારે બસ આટલું જ લખવું છે .. કે " પ્રભુ મને એવું શક્તિ આપે કે .. હું સાચા સંબંધો ને ઓળખી શકું .. અને તેની તરફ ક્યારેય અન્યાય ન કરું.. "
આભાર .. જય શ્રી કૃષ્ણ....
No comments:
Post a Comment